Sutra Details

JAIN DIKSHA SONG STAVAN - OGHO CHE ANMOLO LYRICS : JAIN STAVAN LYRICS

JAIN DIKSHA SONG STAVAN - OGHO CHE ANMOLO LYRICS : JAIN STAVAN LYRICS

||JAIN DIKSHA STAVAN - OGHO CHE ANMULO|| ||JAIN SONGS - ओघो छे अनमूलो||

Hindi

ઓઘો છે અણમૂલો... -Ogho Che Anmolo | Jain Diksa Song ઓઘો છે અણમૂલો એનું ખુબ જતન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો... આ વેશ આપ્યો તમને અમે એવી શ્રધ્ધાથી, ઉપયોગ સદા કરજો એને પૂરી નિષ્ઠાથી, આધાર લઇ એનું ધર્મ આરાધન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો...ઓઘો છે... આ વેશ વિરાગીનો એનું માન ઘણું જગમાં, માં-બાપ નમે તમને પડે રાજા પણ પગમાં, આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો... મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો...ઓઘો છે... આ ટુકડા કાપડના કદી ઢાલ બની રહેશે, દાવાનળ લાગે તો દિવાલ બની રહેશે, એના તાણા-વાણામાં તપનું સિંચન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો...ઓઘો છે... આ પાવન વસ્ત્રો છે તારી કાયાનું ઢાંકણ, બની જાયે ના જોજે એ માયાનું ઢાંકણ, ચોક્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો...ઓઘો છે... આ વેશ ઉગારે છે એને જે અજવાળે છે, ગાફેલ રહે એને આ વેશ ડુબાડે છે, ડૂબવું કે તરવું છે મનમાં મંથન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો...ઓઘો છે...

English

OGHO CHE ANMULO ENU KHUB JATAN KARJO..(2) MONGI CHE MUHPATTI ENU ROJ RATAN KARJO.(2) ….OGHO CHE ANMULO AAN UPKARNO AAPYA TAMNE AVI SHRADATHI UPYOG SADA KARSO TAME PURI NISHTHAJI AADHAR LAYI AENO DHARM AARADHAN KARJO ….OGHO CHE ANMULO AA VESH VIRAGINO AENU MAAN GHANU JAGMA MAA- BAAP NAME TAMNE PADE RAJA PAN PAGMA AA MAAN NATHI MUJNEH AEVU ARTHGATAN KARJO ….OGHO CHE ANMULO AA TUKDA KAPADNA KADI DHAL BANI RAHESHE DAVANAAL LAGE TOH DIVAAL BANI RAHESHE AENA TANA-VANAMAH TAPNU SINCHAN KARJO ….OGHO CHE ANMULO AA PAVAN VASTRO TOH CHE KAYANU DHAKAN BANI JAAYE NAA JOJO AE MAYANU DHAKAN CHOKU NEH JAGMAGTU DILNU DARPAN KARJO ….OGHO CHE ANMULO MELA KEH DHOYELA NISHA KEH KHARVACHDA FATELA KEH AAKHA SAU SARKHA CHE KAPDA JYARE MOH DASHA JAAGE TYARE AA CHINTAN KARJO ….OGHO CHE ANMULO AA VESH UGAREH CHE AENE JEH AJWALEH CHE GAFEL RAHE AENE AA VESHNU DUBHADE CHE DUBVU KEH TARVU CHE MANMA MANTHAN KARJO ….OGHO CHE ANMULO DEVO JHANKEH TOH PAN JEH VESH NATHI MALTOH TAME PUNYATHAKI PAMYA AENI KIMAT PARAKHJO DEVO THI PAN UNCHE TAME STAN GRAHAN KARJO ….OGHO CHE ANMULO

Gallery